ભારતીય ચૂંટણી પંચ બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત્ત ધરાવતી સંસ્થા છે. જે દેશમાં લોકસભા, રાજ્યસભા, વિધાનસભા સહિત ચૂંટણીનું આયોજન કરે છે. ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી દેશમાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની છે. ભારતીય ચૂંટણી પંચની નીચે દરેક રાજ્યમાં રાજ્ય ચૂંટણી પંચ કાર્યરત છે.