Cyclone Biparjoy News in Gujarati (સાયક્લોન બિપરજોય): અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતાં રચાયેલ સાયક્લોન બિપરજોય ગુજરાતના દરિયા વિસ્તાર માટે જોખમી બન્યું છે. તીવ્ર ગતિએ વાવાઝોડું ફૂંકાની આશંકાએ તંત્ર હરકતમાં આવ્યું છે અને એલર્ટ જાહેર કર્યું છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાની પ્રબળ સંભાવના છે.