જાતિ જનગણના (caste census): દેશમાં જાતિ જનગણના કરવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. મોદી સરકાર છેવટે જાતિગત વસ્તી ગણતરી કરાવવા તૈયાર થઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આ મામલે લોકસભામાં જાતિ જનગણના કરાવવા માંગ કરી હતી. કોરોના બાદ દેશમાં પહેલી વાર જાતિગત વસ્તી ગણતરી કરાશે.